આગામી સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજના સમયમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એ તણાવનો વિષય બની ગઈ છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાની ભરપુર તૈયારીમાં લાગેલા છે ત્યારે અમરેલી નાગરિક સહકારી બેંક દ્વારા મોટીવેશનલ સ્પીચ માટે જાણીતા ચિંતક જય વસાવડાના વ્યાખ્યાનનું – લોર્ડઝ હોટેલના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મોટીવેશનલ સ્પીચમાં વિવિધ શાળાના બાળકો જાડાયા હતા. જેમાં શ્રીજી વિદ્યાર્થી ભુવનના બાળકોએ પણ ભાગ લીધો હતો. બાળકોને સંસ્થાના સંચાલક દિપકભાઈ વઘાસીયાએ શુભેચ્છા પાઠવી હતી.