અમરેલી નાગરિક સહકારી બેન્કના બે સભાસદોનું આકસ્મિક નિધન થતા અકસ્માત વિમા સહાય યોજનામાં મૃત્યુ પામેલ વારસદારોને બેન્ક તરફથી રૂ.૧-૧ લાખની સહાય આપવામાં આવી હતી. સભાસદ પંકજભાઈ જયંતિભાઈ જેઠવાના વારસદાર તેજસભાઈને અને ભાસ્કરભાઈ નટવરભાઈ ભટ્ટના વારસદાર અલ્કાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક અર્પણ કરતા સમયે બેન્કના ડિરેકટર પી.પી.સોજીત્રા, શૈલેષભાઈ સંઘાણી, એમડી દિલીપભાઈ ધોરાજીયા હાજર રહ્યા હતા તેમ બેન્ક મેનેજર સંજય રાજપરાની યાદીમાં જણાવ્યું છે.