અમરેલી નગરપાલિકા દ્વારા તા. ર૬-ડિસેમ્બર ને રવિવારના રોજ ગુડ ગવર્નન્સ ડે અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના, શેરી ફેરિયા ઓળખકાર્ડના લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા ઓળખકાર્ડ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંસદ નારણભાઇ કાછડીયા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેનાર છે. દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે સવારે ૯ઃ૪પ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ઇન્ચા. ચીફ ઓફિસર ઉદય નસીત, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, ઉપપ્રમુખ રમાબેન મહેતા તેમજ તમામ સદસ્યો, કર્મચારીગણ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.