નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના સૂચનથી અમરેલી નગરપાલિકા દ્વારા કપાસના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ અંતર્ગત વિનામૂલ્યે ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના ખેડૂતો સરળતાથી લાભ લઈ શકે તે માટે બે સેન્ટરો નિર્ધારિત કરાયા છે. જેમાં નગરપાલિકા કચેરી, અમરેલી અને સિવિક સેન્ટર, શિવાજી ચોક, જેસિંગપરા ખાતે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ખેડૂતોને આ તકનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.