અમરેલી લોકસભા સીટ પર વધુમાં વધુ મતદાન થાય તે અંગે અમરેલી નગરપાલિકા દ્વારા અવનવા કાર્યક્રમ યોજી મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બીજી મેના રોજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબડ્ડી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું કે અમરેલી શહેરમાં ૭મી મેના રોજ યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો
જાગૃતિ દાખવી મતદાન કરે તે દિશામાં દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે તા.૨ જી મેના રોજ સાંજના છ કલાકે અમરેલી ફોરવર્ડ સ્કૂલ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યુ છે. જેમાં શહેરીજનોને પોતાની નૈતિક ફરજને ઉજાગર કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.