અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા છેલ્લા દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ ધાનાણી સહિત તમામ ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આગામી ચૂટણીમાં જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત ક્રયો હતો.








































