અમરેલી નગરપાલિકાના વિપક્ષ નેતા દ્વારા પાલિકાના શાસનકર્તાઓ, અધિકારીઓ તથા પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી પ્રાદેશિક કમિશનરને પત્ર પાઠવી તપાસની માંગ કરી છે.
સમીર કુરેશીએ પત્રમાં જણાવ્યું કે, પાલિકા તરફથી ૩ વર્ષની ગેરંટીવાળા સીસીરોડનું રિપેરીંગ કરેલ નથી અને કરેલ છે તો સામાન્ય ડામરની છાંટ મારી તેની ઉપર સ્ટોન પાઉડર છાંટી કોન્ટ્રાક્ટર પાસેથી મોટી રકમ ચાંઉ કરી મિલાપીપણુ કરી ભ્રષ્ટાચાર કરેલ છે. પાલિકાના હાલના શાસનકર્તાઓ પોતાના ભળતા નામથી કર્મચારી આઉટ સો‹સગ એજન્સી ઉભી કરી પોતાની રીતે મોટી સંખ્યામાં કર્મીઓ રાખેલ છે. જેમાં પ૦%થી વધુ ખોટા છે અને આ શાસનકર્તા પગારની રકમ પોતાના ખિસ્સામાં મૂકી દે છે. આ સહિત ૭ મુદ્દાઓ વિગતવાર જણાવી સણસણતા આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.