અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામનો નકલી લેટરપેડ બનાવીને સહી-સિક્કા કરેલો એક પત્ર સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ લખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવામાં આવે છે અને કેટલાક ઇસમોએ મારા ખોટા લેટરપેડ ઉપર સહી સિક્કા કરીને મારા હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. આ મામલે તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆત કરી છે. નકલી લેટરપેડ દ્વારા ધારાસભ્ય ઉપર થયેલા આક્ષેપોને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વધુમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાએ જણાવ્યુ હતું કે, નકલી લેટરપેડ અને સહી-સિક્કાનો ઉપયોગ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.