ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબત નિયમો-૧૯૮૨ના નિયમ-૧૯ હેઠળ પ્રાપ્ત સત્તાના આધારે પ્રાંત અધિકારી અને ચૂંટણી સત્તાધિકારી દ્વારા અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કુલ ૧૭ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રો ૧૧ સપ્ટેમ્બર સુધી બપોરે ૩ વાગ્યા સુધી અમરેલી ગ્રામ્ય મામલતદાર કચેરીએ ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૪ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યાથી થશે. માન્ય ઉમેદવારોની યાદી ૧૬ સપ્ટેમ્બરે પ્રસિધ્ધ કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ મુદત ૧૭ સપ્ટેમ્બર બપોરે ૩ વાગ્યા સુધી રહેશે. અંતિમ યાદી ૧૮ સપ્ટેમ્બરે જાહેર થશે. મતદાન ૨૮ સપ્ટેમ્બરે સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી કલેક્ટર કચેરી
ખાતે યોજાશે અને મતગણતરી ૩૦ સપ્ટેમ્બરે થશે.