અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પાસે એક યુવકને ફિલ્મી સ્ટાઇલમાં ફટકારવામાં આવ્યો હતો. બનાવ અંગે જગતભાઈ નંદલાલભાઈ જેઠવા (ઉ.વ.૨૪)એ સ્વીફ્‌ટ નંબર જીજે ૧૪ બીડી ૩૫૦૪ના ચાલક તથા ૮ થી ૯ અજાણ્યા ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની કાર લઇ રૂમે જતા હતા ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન આગળ સ્વીફ્‌ટ કાર GJ-૧૪-BD-૩૫૦૪ નો ચાલક રોડ ક્રોસ કરવા જતો હતો. જેથી તેમણે સ્વીફ્‌ટ કારના ચાલકને ગાડી જોઇને હકાવવાનું કહેતા ઉશ્કેરાઇ ગાડી નીચે ઉતરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ કોલર પકડી બે ત્રણ ઝાપટ મારી હતી. આરોપીએ ફોન કરી અન્ય આરોપીઓને બોલાવતા કુલ ૮ થી ૯ માણસો આવ્યા હતા અને ગેરકાયદે મંડળી રચી તેમને તથા સાહેદને ઢીકાપાટુનો તથા કમર બેલ્ટ વડે માર મારી હુલ્લડ કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.