અમદાવાદના ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડન્સી જનતાનગરમાં રહેતા અને ઢસા નારાયણનગર સંજય ગાંધી સોસાયટી આંબરડી પરામાં રહેતા વિરાજ ઉર્ફે માધવ ઉર્ફે માધો પ્રવિણચંદ્રભાઈ રાણા સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો. જે બાદ આ વિરાજ ઉર્ફે માધવ ઉર્ફે માધો રાણા આ ગુનામાં ફરાર હતો તેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બુટલેગર સામે અગાઉ લીંબડી, વલસાડ, લાઠી અને અમરેલી રૂરલ પોલીસ મથકમાં દારૂની હેરાફેરી સહિતના ગુના નોંધાયેલા છે.