અમરેલી જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા અમરેલી તાલુકાના પેન્શનરો માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી તાલુકા પેન્શનર મંડળ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પેન્શનરઓને હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ સભા ૧૦ જૂન, ૨૦૨૫, મંગળવાર ના રોજ સવારે ૯ઃ૦૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા દરમિયાન કપોળ મહાજન વાડી, ટાવર પાસે, મીરા પાન બાજુની ગલીમાં, અમરેલી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં બેંક મેનેજર, તિજોરી અધિકારી, તથા રાજ્ય મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આથી, પેન્શનરઓને તેમના મુંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળી રહેશે. તેમ સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ મહેતા અને મહામંત્રી ધનશ્યામભાઈ સોરઠીયાની યાદીમાં જણાવાયું છે.