અમરેલી તાલુકાના એક ગામમાં ૩૩ વર્ષના ઢગાએ ૧૦ વર્ષની બાળા સાથે કૃષ્કૃત્ય કરતા આ ઘટનાની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગેની અમરેલી રૂરલ પોલીસમાંથી મળતી માહિતી મુજબ, ઘટના બની એ ગામના ૩૩ વર્ષીય મગન બાવચંદભાઇ કોળી નામના શખ્સે ૧૦ વર્ષની બાળા રહેણાંક મકાનમાં એકલી હતી ત્યારે એકલપણાનો લાભ લઇ બળાત્કાર તથા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના બદઇરાદે ગૃહપ્રવેશ કર્યો હતો. બાદમાં તેણી સાથે બિભત્સ ચેનચાળા કર્યા હતા. આરોપીએ પોતે નિર્વસ્ત્ર થઇ તથા બાળકીને પણ નિર્વ† કરી દુષ્કૃત્ય કર્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે આ ગંભીર પ્રકારની ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ઝડપી તપાસ કરી હતી ત્યારે આ મામલામાં પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.