અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી અને અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમ મકાણી દ્વારા અમરેલી તાલુકા કોંગ્રેસ અનુ. જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયંતીભાઇ મકવાણા (જે.બી.) તથા અમરેલી તાલુકા કિસાન કોંગ્રેસમાં મહામંત્રી તરીકે આકાશ કાનપરીયાની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત અમરેલીના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રાજેશ દામોદરા, સ્ટેટ એજ્યુકેટિવ કમિટી મેમ્બર અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના શરદભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.