અમરેલી તાલુકા ૫ોલીસ મથકમાં ૨૦૦૯માં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી આરોપી ફરાર હતો. ત્યારે લોકસભા ચૂંટણીને પગલે નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે અમરેલી જિલ્લા પોલીસવડા હિંમકરસિંહની સૂચનાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલી એલસીબી પીઆઈ એ.એમ.પટેલની રાહબરી નીચે ટીમે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો હતો. ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.