અમરેલી તાલુકામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો માટે ૭ જાન્યુઆરીએ વિદ્યાસભા સ્કૂલ ખાતે સવારે ૭ વાગ્યાથી સ્પર્ધાઓ યોજાશે. કબડ્ડી સ્પર્ધા ૮ જાન્યુઆરીએ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ ખાતે, વોલીબોલ ૯ જાન્યુઆરીએ વિદ્યાસભા સ્કૂલમાં અને ચેસ સ્પર્ધા ૧૦ જાન્યુઆરીએ નૂતન મિડલ સ્કૂલમાં યોજાશે. રસ્સાખેંચ સ્પર્ધા ૧૧ જાન્યુઆરીએ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષમાં, ખો-ખો ૧૨ જાન્યુઆરીએ તુની વિદ્યા મંદિર-જેસીંગપરા ખાતે અને યોગાસન સ્પર્ધા ૧૩ જાન્યુઆરીએ પી.એમ.શ્રી જેસીંગપરા કન્યાશાળામાં યોજાશે. સ્પર્ધકોએ દ્ભસ્દ્ભ રજીસ્ટ્રેશન સ્લિપ અને આધારકાર્ડ સાથે રાખવા ફરજિયાત છે.