અમરેલી તાલુકામાંથી પરિણીતાએ ૧૮૧માં ફોન કરી જણાવ્યું હતું કે મારો પતિ છેલ્લાં એક વર્ષથી ઘર આવ્યો ન હોય અને તે અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી રહેતો હોય પોતે નાના બાળકો સાથે સાસુ-સસરા સાથે રહેતી હોવાથી પતિને સમજાવવા માટે ૧૮૧ની મદદ માંગી હતી જેથી આ બાબતે તાત્કાલિક ૧૮૧ ટીમના રોબિના બ્લોચે તેમની ટીમ સાથે જઈ મહિલાના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પતિને કાયદાકીય માહિતી આપી હતી. જેથી પતિને તેની ભુલ સમજાતા પત્ની અને બાળકોની માફી માંગી આગળ આવી ભુલ નહી થાય તેવી બાહેધરી આપી હતી. મહિલાને પતિ સાથે કાઉન્સેલિંગ માટે અમરેલી નારી અદાલત રીફર કરવામાં આવ્યા હતા.