અમરેલી તાલુકાના સાજીયાવદર ગામે એક યુવક ટ્રેકટરમાંથી અચાનક જ પડી ગયા બાદ રોટાવેટરમાં આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યુ હતુ. અમરેલી તાલુકાના સાજીયાવદર ગામે રહેતા કરશનભાઈ નારણભાઈ સભાયાએ પોલીસમાં જાહેર કર્યુ છે કે તેમનો દિકરો વિરલ ખેતરમાં ટ્રેકટર સાથે રોટાવેટર જાડી હાંકતો હતો ત્યારે અચાનક વિરલ ટ્રેકટરમાંથી નીચે પડી ગયા બાદ રોટાવેટરમાં આવી જતા શરીરે અલગ-અલગ જગ્યાએ ગંભીર ઈજાઓ પહોચી હતી. વિરલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.