અમરેલી તાલુકાના રાંઢીયા ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, વનરાજભાઈ કોઠીવાળ, સરપંચ અરવિંદભાઈ કાકડીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચેતનભાઇ ધાનાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રકૃતિ સંરક્ષણ અને હરિયાળુ ગુજરાતના નિર્માણ માટે સૌ સાથે મળીને એક વૃક્ષ વાવે તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.