અમરેલી તાલુકામાં સી.સી.આઈ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો ૨૬/૧૧/૨૦૨૫થી પ્રારંભ થયો છે. જેમાં સેન્ટર ઈન્ચાર્જ સચિનભાઈ ઘોરે, માર્કેટ યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણી તથા સી.સી.આઈના સ્ટાફ દ્વારા યાર્ડની બાજુમાં આવેલ કાંતિભાઈ વઘાસીયાના હરિકૃષ્ણ કોટનજીન ખાતે ખેડૂતો કપાસ લઈને આવેલ જેની પૂજનવિધિ કરી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવેલ છે. જે ખેડૂતોને કપાસનું ટેકાના ભાવથી વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન બાકી હોય તેમણે ૩૧/૧૨/૨૦૨૫ પહેલા સરકારની દ્ભછઁછજી દ્ભૈંજીૐછદ્ગ એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી તે કરાવી લેવા અપીલ કરવામાં આવે છે, તેમ યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવેલ છે.