અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી વિદ્યાસભા ખાતે અભ્યાસ માટે આવતા બાળકોને, વાલીઓને ટ્રાફિકના નિયમો અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ટુવ્હીલ લઈને શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો જેઓ ૧૮ વર્ષથી નાની ઉંમરના હોય તેમને વાહન ન ચલાવવા કડક સૂચના આપવામાં આવી તથા વાલીઓને પણ ટ્રાફિકના નિયમો અંગે સૂચના આપવામાં આવી હતી તેમજ ટ્રાફિક જાગૃતિ લગત પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવેલ જેથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ ટ્રાફિક લગત નિયમોથી માહિતગાર થઇ શકે. આ ટ્રાફિક ડ્રાઇવમાં ટ્રાફિક પીએસઆઈ એચ.જે. બરવાડીયા તથા ટ્રાફિક શાખાના કર્મચારીઓ જોડાયા હતા.