અમરેલીમાં જૂના માર્કટિંગ યાર્ડ પાસેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી. લાઠીમાં રહેતો લક્કીગીરી પ્રવિણગીરી ગોસાઇ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો હતો. પોલીસે બાઇક સહિત કુલ ૨૦,૩૫૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. અમરેલી સિટી
પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળા વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાંથી ૬ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલી, સાવરકુંલા અને મોરંગી ગામેથી એક-એક મળી કુલ ત્રણ ઇસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.