અમરેલી જીલ્લામાંથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો રવાના કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ રાજુલા, સાવરકુંડલા, લીલીયા, દામનગર રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી રામભકતોને રવાના કરાવ્યા હતા. તેમણે યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા પણ કરાવી હતી. તમામ યાત્રાળુઓના પાસની વ્યવસ્થા લીલીયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. આમ રાજુલાથી ર૪૦, સાવરકુંડલાથી ૧૮૬ મોટાલીલીયાથી પ૮૮, દામનગરથી ૩૩૦ રામભકતો અયોધ્યા જવા રવાના થયા હતા. આમ અમરેલી જીલ્લામાંથી કુલ ૧૩૪૪ રામભકતો અયોધ્યા પહોંચી રામના દર્શન કરશે. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, જિ.પં.સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.