અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ, રવિવાર, ૨૮ જુલાઈ ૨૦૨૪ના રોજ સંઘના કર્મચારીઓ, સહકારી અગ્રણીઓ અને યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો. સંઘની કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ પ્રધાનમંત્રીના સંબોધનને લાઇવ સાંભળ્યું અને તેમના વિચારો અને માર્ગદર્શનનો લાભ લીધો.