વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે એટલે કે ૧૭ નવેમ્બર ૨૦૨૪ના વર્લ્ડ રીમેમ્બરેન્સ દિવસ એટલે કે વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવે છે, જે અંતર્ગત અમરેલી જિલ્લામાં અમરેલી ૧૦૮, ખિલખિલાટ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન જેવી વિવિધ ટીમો અને અમરેલી આરટીઓ ટીમ, પોલીસ ટીમે વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં
મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આમ જનતાને ટ્રાફિકના નિયમો સીટબેલ્ટ બાંધવા, ઓવર સ્પીડ પર ના ચલાવવા, હેલ્મેટ પહેરવા સલામતીના નિયમોનું પાલન કરવા માટે અમરેલી આરટીઓ ઇન્સ્પેક્ટર પઢીયારે સૂચનો આપ્યા હતા. તેમજ તમામ લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સલામતીના ભાગરૂપે ૧૦૮માં કોલ કરી અકસ્માતમાં ઘવાયેલા લોકોની જિંદગી બચાવવા અને મદદ કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ હતી.