અમરેલી જિલ્લાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની એક મિટિંગ (સંમેલન) તા.૧૨/૧૦/૨૫, રવિવારના રોજ ‘વિદ્યાસભા સંકુલ’માં સવારે ૯ઃ૦૦ કલાકે યોજાશે. જેમાં રાજ્ય શાળા સંચાલક મંડળના કારોબારી સભ્યો, FRC કમિટી સભ્યો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીઓના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ અધિકારી વગેરે ઉપસ્થિત રહેશે. આ મિટિંગમાં FRC માર્ગદર્શન, બાલવાટિકા રજિસ્ટ્રેશન, રત્ન કલાકાર સહાય, સંગઠન મજબૂત બનાવવા, RTE ગ્રાન્ટ બાબતે, તાલુકા કારોબારીની રચના અંગે ચર્ચા કરવામાં આવશે.







































