અમરેલી જિલ્લા સૈનિક બોર્ડની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં ૨૦ જૂનના રોજ જિલ્લા સેવા સદન અમરેલી કલેક્ટર ઓફિસ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેરના પ્રતિનિધિ, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, જિલ્લા રોજગાર અધિકારી, સભ્ય સચિવ, જિલ્લા સૈનિક બોર્ડ, રવિરાજભાઈ શેખવા, પ્રમુખ- અશ્વમેઘ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, દિનેશભાઈ ભુવા, માલિક- શીતલ કુલ પ્રોડક્ટ્‌સ લિમિટેડ (શીતલ આઈસ્ક્રીમ, અમરેલી), રોહિતભાઈ નરસિંહભાઈ ચોવટીયા, ગ્રુપ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ, ધવલભાઈ કાબરીયા, શ્રીજી સિમેન્ટ પ્રોડક્ટ્‌સ, હરેશભાઈ ધાધલ, સરપંચ- વાંકીયા ગામ, હરેશભાઈ તિતોષા, ઉપપ્રમુખ- ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન, અમરેલી, હિંમતભાઈ મકવાણા, જિલ્લા સેક્રેટરી- સૈનિક સંગઠન, તરુણભાઈ શુક્લ, પ્રમુખ- રક્ષા વિશેષજ્ઞ સંસ્થાન ભારત હાજર રહ્યાં હતાં.
બેઠકનું સંચાલન તરુણભાઈ શુક્લ દ્વારા અને બધા ડોક્યુમેન્ટ્‌સ અને પરિપત્રોનું વ્યવસ્થાપન હિતેશભાઈ મોભ દ્વારા કરવામાં આવ્યું હતું.