રાજય સરકાર દ્વારા સ્વચ્છતા માટેના બુણગા ફુંકતી હોય છે ત્યારે રાજય સરકાર હસ્તકની જ કચેરીમાં સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો થતો હોય તેવુ લાગી રહ્યુ છે. અમરેલી જિલ્લા સેવા સદનમાં જ ગંદકીના ગંજ ખડકાયા છે. કચેરી ખાતે સાફ-સફાઈનો અભાવ હોવાથી લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. ભાજપ સરકાર સ્વચ્છતા જાળવવામાં પણ જાણે નિષ્ફળ ગઈ હોય તેમ કચેરીમાં પણ સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. જા જિલ્લા સેવા સદનમાં જ આવી ગંદકી હોય તો ગ્રામ્ય વિસ્તારોની હાલત કેવી હશે તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનિષ ભંડેરીએ ઉઠાવ્યો છે.