ગીર સોમનાથ પોલીસે છ્સ્ કેન્દ્રો પર મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી રહેલી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. ઉના પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓ અમરેલીના સંદીપ આલગિયા અને ધુવનકુમાર મહેતા લોકોનો વિશ્વાસ જીતી તેમના મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશન દ્વારા સ્કેન કરાવી નાણાં ટ્રાન્સફર કરી લેતા હતા. આરોપીઓએ ગીર સોમનાથ, અમરેલી,બગસરા, રાજુલા, સુરત, બોટાદ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગત ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ ઉનામાં આ જ રીતે ૨૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સંદીપ સામે અગાઉ પણ છેતરપિંડીના આઠ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ રકમ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મુખ્યત્વે જીમ્ૈં, ૈંઝ્રૈંઝ્રૈં અને ૐડ્ઢહ્લઝ્ર જેવી બેંકોના છ્સ્ પાસે સક્રિય રહી ૪,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીની રકમની ઠગાઈ કરતી હતી.








































