રાજયના પૂર્વ મંત્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્લા સહકારી સંઘની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણી દ્વારા આર.સી.ફળદુનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરાયું હતું. જિલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલી જિલ્લામાં ચલાવવામાં આવતા અભિયાન સહકાર દ્વારા સમૃદ્ધિ અને સમૃદ્ધિથી આત્મનિર્ભરતા વિશે આર.સી.ફળદુને માહિતગાર કર્યા હતા સાથોસાથ સહકારી મંડળીઓના પ્રશિક્ષણ વર્ગ દ્વારા છેવાડાના માનવી સુધી સરકાર અને સહકારની યોજના પહોંચાડવાની બાબત પર ચર્ચા કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માંગરોળીયા, તુષારભાઈ વાણી, સહકારી સંઘના મેનેજર ભાર્ગવભાઈ ત્રિવેદી અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.