સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, સાહિત્યકાર અને લેખક એવા સાંઇરામ દવેએ અમરેલી જિલ્લા સહકારી સંઘની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણી દ્વારા તેમને પુસ્તક ભેટ આપી તથા શાલ ઓઢાડી સ્વાગત સહ સન્માન કરાયું હતું. આ તકે સરદાર પટેલ ક્રેડિટ કો. ઓપરેટીવના મેનેજર મેહુલભાઈ નાકરાણી, ભરતભાઇ શિંગાળા, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.