અમરેલી જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મનીષ સંઘાણી, હરજીભાઇ નારોલા, જયંતીભાઈ વઘાસીયા, અરુણભાઈ પટેલ, અનિલભાઈ કસવાળા, જીગ્નેશભાઈ રામાણી, યોગેશભાઈ બારૈયા, લાલજીભાઈ નાકરાણી, અલ્પાબેન રામાણી, સુનિલભાઈ સંઘાણી, ધીરુભાઈ વાળા, શરદભાઈ પંડ્‌યા, દેવભાઈ વરૂ, નારણભાઇ ધંધુકિયા, બાબુભાઇ હિરપરા, હરેશભાઇ પટોળીયા સહિતના તમામ બોર્ડ આૅફ ડાયરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અઢી વર્ષની ટર્મ માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને માનદ મંત્રીની ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યક્ષપદ માટે મનીષ સંઘાણી, ઉપાધ્યક્ષ હરજીભાઇ નારોલા અને માનદ મંત્રી પદ માટે જ્યંતિભાઈ વઘાસીયાએ દાવેદારી કરી હતી. જેમાં હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરાતા અધ્યક્ષ પદ પર યુવાનેતા મનીષ સંઘાણી, ઉપાધ્યક્ષ પદ પર હરજીભાઇ નારોલા અને માનદ મંત્રી પદ માટે જ્યંતિભાઈ વઘાસીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જિલ્લાના રાજકીય આગેવાનો અને સહકારી અગ્રણીઓ અમરેલી જિલ્લા સહકારી સંઘની કચેરી ખાતે શુભકામનાઓ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.