અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શનમાં ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયાની અધ્યક્ષતામાં મહિલા અને યુવક સહકારી સેમિનારનું લાઠી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી ખરીદ – વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઈ પાનસુરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઇ ડેર, જિલ્લા ભાજપના રાજુભાઈ ભુવા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનભાઈ કાનાણી, મધુભાઈ નવાપરા, હરજીભાઇ નારોલા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર ધીરુભાઈ વાળા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૮૫ બહેનોએ ભાગ લીધો હતો. યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા બહેનોને સરકારની વિવિધ યોજનાઓ વિષે સમજાવવામાં આવ્યું હતું અને ગાંધીનગરથી પધારેલા કમલમ ડિજિટલ સ્ટુડિયોના ઇન્ચાર્જ બી.જે.પી. પ્રવક્તા શ્રદ્ધાબેન ઝાએ ઉપસ્થિત રહી બેહેનોને તેમનામાં રહેલી શક્તિઓને પારખી આગળ આવવા માટે માહિતી આપવામાં આવી હતી.