અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, આગામી ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. આ બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં નાગરિકોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નિકાલ બાકી હોય તેવા કાગળો, અવેઇટ અને બાકી પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર પત્ર તળેની અરજીઓ, રજૂઆતોના નિકાલ અને વિવિધ અરજીઓ માટે કરવાની કાર્યવાહીની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.