રાજય સરકાર દ્વારા જૂના શિક્ષકોની બદલીનાં કેમ્પ યોજ્યા બાદ અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા જૂના શિક્ષકો પોતાના વતનમાં જવા માંગતા હોય તેમણે તમામ પ્રાથમિક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તાલુકા વાઈઝ શિક્ષકોનાં રાજીનામા અંગેનો કેમ્પ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ યોજાયો હતો. જેમાં શિક્ષકોએ પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. રાજય સરકારનાં શિક્ષણ વિભાગની પ્રક્રિયા મુજબ જૂના શિક્ષકોની બદલી અંગેનો કેમ્પ યોજાયા બાદ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અમરેલી જિલ્લામાં નોકરી કરતા હોય અને અન્ય જિલ્લામાં જવા માગતા હોય તેવા શિક્ષકોનાં રાજીનામા મંજૂર કરવા માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૪ તાલુકાના પ૦ શિક્ષકોનાં રાજીનામા એકસાથે મંજૂર કરવામાં આવ્યાં હતા. પ૦ શિક્ષકોએ પોતાના રાજીનામા જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલને સુપરત કર્યા હતા.










































