અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કાર્યરત એમ.જી.પ્રજાપતિ તા.૩૦ના રોજ વય મર્યાદાને કારણે
નિવૃત થતા હવે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ ભાવનગર શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો છે. એમ.જી.પ્રજાપતિ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ પણ સંભાળતા હોવાથી પ્રા.શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ પણ ભાવનગર પ્રા.શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી નિવૃત થતા આ ચાર્જ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ અને પ્રા.શિક્ષણાધિકારી તરીકે ભાવનગરના પ્રા.શિક્ષણાધિકારી કિશોરભાઈ મયાણીને સોંપવામાં આવ્યો છે. રાજય સરકાર શિક્ષણ પર ભાર મૂકી રહી છે ત્યારે જેના પર સમગ્ર શિક્ષણની જવાબદારી છે તેવા મહત્વના હોદ્દા પર હવે છેક ભાવનગરના શિક્ષણાધિકારીને અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જા કે અમરેલી જિલ્લાને કાયમી શિક્ષણાધિકારી અને પ્રા.શિક્ષણાધિકારી કયારે મળે છે તે જાવાનુ રહ્યું.