અમરેલી જિલ્લા વેપારી મહામંડળની આજરોજ બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા વેપારી મહામંડળની આજરોજ મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે લાલભાઇ પોકાર (પોકાર મારબલ) તેમજ મંત્રી તરીકે મહેશભાઇ રાયચા (ભગવતી સ્વીટ)વાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ વેપારીઓના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ભાવેશભાઇ પડસાળા, સંજયભાઇ વણઝારા, ચતુરભાઇ અકબરી, ગીરીશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ભુવા, મુકુંદભાઇ ગઢીયા, હસુભાઇ ચૌહાણ વગેરે ઉપÂસ્થત રહ્યા હતા.