અમરેલી જિલ્લાના ફેર પ્રાઇસ શોપ એસોસિએશને શનિવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને છેલ્લા ત્રણ વર્ષથી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિનંતી સાથે માગણી કરી છે. અમરેલી જિલ્લા એસોસિએશને એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમને સમર્થન આપવામાં આવશે અને ઓક્ટોબર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમના ત્રણ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા કલેકટરને વિનંતી કરી હતી.