અમરેલીમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે બાળકો માટે ગુરુવારે ત્રિવિધ સર્જન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર, નિબંધ, વક્તવ્યની આ સ્પર્ધા જિલ્લા સરકારી પુસ્તકાલય (લાયબ્રેરી), નાગનાથ મંદિર પાસે બપોરે ૩.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી યોજાશે. આ સ્પર્ધાનાં વિષયો છે: (૧) જીવનમાં પુસ્તકનું મહત્વ, (૨) વાંચનનું મહત્વ, (૩) પુસ્તકાલયનું મહત્વ, (૪) મને ગમતું પુસ્તક અથવા મેં વાંચેલું પુસ્તક. આ સ્પર્ધામાં કોઈ પણ ઉંમરના બાળકો, કોઈ પણ વિષયમાં, કોઈ પણ ભાષામાં ભાગ લઈ શકશે. ચિત્ર, નિબંધ ઘેરથી તૈયાર કરીને પણ લાવી શકાશે. સ્થળ ઉપર ચિત્ર દોરવા ડ્રોઈંગ પેપર અપાશે. રંગ વગેરે સ્ટેશનરી બાળકોએ પોતાની લાવવાની રહેશે. નિબંધ લખવા કાગળ – પેન અહીંથી અપાશે. ઉપરોક્ત વિષયનું વક્તવ્ય પણ તૈયાર કરીને લાવવું અને
રજૂ કરવું.