અમરેલી,તા.૦૭અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી મેળાનું આયોજન છે. આ ભરતી મેળામાં એઇમ લિમિટેડ ભાવનગર દ્વારા આસિ. બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ), બ્રાન્ચ મેનેજર માર્કેટિંગની જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વય મર્યાદા તેમજ ધો.૧૦, ધો.૧૨, સ્નાતકની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. એલ.આઈ.સી. અમરેલી દ્વારા એજન્ટની જગ્યા માટે ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન લીંક રંંpજઃ//ટ્ઠહેહ્વટ્ઠહઙ્ઘરટ્ઠદ્બ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તv.ૈહ/ટ્ઠષ્ઠર્ષ્ઠેહં/જૈખ્તહેp પર નોંધણી થયા બાદ પોર્ટલ પર ર્ઙ્મખ્તૈહ કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.