અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીની તક મળી શકે તેવા હેતુથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ૧૮ થી ૫૦ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર રોજગાર ઈચ્છુકો માટે બ્રાન્ચ મેનેજર, તેમજ સેલ્સ એક્ઝિક્યુટીવ, બેન્ક ઓફિસ ઓપરેટરની જગ્યા માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ લીમીટેડ શીતલ કુલ પ્રોડક્ટસ પ્રા.લી. માટે અનુબંધમ પોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ઈચ્છુકો માટે ભરતી મેળાનું આયોજન આગામી તા. ૩૧ ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે થશે. આ ભરતી મેળો જિલ્લા રોજગાર કચેરી, સી બ્લોક, બહુમાળી ભવન-અમરેલી ખાતે યોજાશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા ઈચ્છુકોએ કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી કરાવવા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે.