અમરેલી જિલ્લા રઘુવીર સેના અને રઘુવંશી સમાજ દ્વારા વધુ એક સમાજ ઉપયોગી “લગ્નોત્સુક પરિચય મેળા”નો કાર્યક્રમ તા.૧૦-૧૧-૨૦૨૪, રવિવારે સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી માતૃશ્રી અંબાબહેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી લાઠી રોડ, અમરેલી ખાતે યોજાશે. આ પરિચય મેળામાં સમાજના અંદાજે ૨૦૦થી વધુ યુવક-યુવતીઓ ભાગ લેવા આવી રહ્યા છે. હજુ વધુમાં વધુ યુવક-યુવતીઓ આ મેળામાં ભાગ લેવા આવે તેવો અનુરોધ રઘુવીર સેનાના પ્રમુખ વિશાલભાઈ સોઢાએ કરેલ છે. મેળામાં ભાગ લેનાર તમામ યુવક-યુવતીઓને જિલ્લા રઘુવીર સેના દ્વારા આશીર્વાદરૂપી ભેટ આપવામાં આવશે અને તમામ લોકો માટે ચા, પાણી, નાસ્તા સહિત બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ મેળામાં હજુ નામ નોંધાવવા માટે અને વધુ માહિતી મેળવવા માટે સેનાના પ્રમુખ પિયુષભાઈ સોનપાલનો ૮૫૩૦૩ ૯૯૯૯૯ અને યુવા અગ્રણી રવિભાઇ ભીમજીયાણીનો ૮૪૬૦૧ ૨૪૩૬૫ નંબર પર સંપર્ક કરવો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી લોહાણા મહાજનના હોદ્દોદારો સહિત રઘુવીર સેનાના તમામ હોદ્દેદારો અને સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સેનાના ઉપપ્રમુખ પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ છે.