અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના હસ્તે અમરેલી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હિરેનભાઈ મશરૂએ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડયો છે. કોગ્રેસના અગ્રણીઓની હાજરીમાં હિરેનભાઈએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે કુંકાવાવ કોંગ્રેસના આગેવાન નિતીનભાઈ ગોંડલીયા અને મહેશભાઈ કાથરોટીયા હાજર રહ્યાં હતા. ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા બદલ અમરેલી જિલ્લા કોંગી પ્રમુખ ડી.કે.રૈયાણી, રવજીભાઈ પાનસુરીયા, મનસુખભાઈ ગોંડલીયા, ધમેન્દ્રભાઈ પાનસુરીયા સહિતનાઓએ હિરેનભાઈ મશરૂનું સ્વાગત કર્યુ હતું.