અમરેલી જિલ્લામાં યુવક કોંગ્રેસને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાના ભાગરૂપે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક પામેલા હોદ્દેદારોમાં જિલ્લા ઉપપ્રમુખ અજયભાઈ વાળા, જુનેદભાઈ ડોડીયા, કાનાભાઈ હાડકરડા, જીગ્નેશભાઈ બગડા, જિલ્લા મહામંત્રી શક્તિભાઈ રાઠોડ, હરેશભાઈ કોટિલા, હિરેનભાઈ ટીમાંણીયા, મહેશભાઈ મકવાણા, મુસ્તાકભાઈ ગાહા, જિલ્લા મીડિયા પ્રહલાદભાઈ સોલંકી અને જિલ્લા મંત્રી ચેતનભાઈ ભટ્ટ, ધવલભાઈ ડેર, વનરાજભાઈ ખંડેલા, અશ્વિનભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આ નિમણૂકને અમરેલી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પૂર્વ વિપક્ષ નેતા અને ગુજરાત વિધાનસભાના સભ્ય પરેશભાઈ ધાનાણી, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે આવકારી છે.