અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ ધાનાણી દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારીની મિટિંગમાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોને તેમના નિમણૂક પત્રો આપી અને નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અને સાથે સાથે તેમને યુવક કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા આહ્વાન કરવામાં આવ્યુ હતું. જેમાં આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસે પોતાનું સંગઠન બુથ વાઈઝ તૈયાર કરવા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કસુરવારને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત એન.એસ. યુ.આઈ.ના પૂર્વ પ્રમુખ આદિત્ય ગોહિલ, મુજજફર હુશૈન સૈયદ, શરદભાઈ ધાનાણી, કેતનભાઇ ખુમાણ, હસુભાઈ બગડા, અશ્વિનભાઈ ધામેલીયા, શાંતિભાઈ રાણવા, યુથ કોંગ્રેસ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ વૈશાલીબેન, નરેશભાઈ અધ્યારૂ, મીનાબેન સોન્ડાગર, રફિકભાઈ મોગલ, રવજીભાઈ મકવાણા, સરપંચ ભરતભાઈ હપાણી, રવિરાજભાઈ યુવરાજભાઈ વરૂ, જયરાજભાઈ ખુમાણ સહિતના યુવક કોંગ્રેસના કાર્યકરો, વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા હતા તેમજ યુવક કોંગ્રેસના મહિલા વિંગના અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે દક્ષાબેન ચૌહાણ વિશાળ સંખ્યામાં મહિલાઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.