અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી તા.૧૦ તથા ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાંવ ચલો અભિયાન દ્વારા વિશાળ જનસંપર્ક અભિયાન યોજવામાં આવશે. જે અંતર્ગત દેશ અને ભાજપના આગેવાનો પ્રવાસી કાર્યકર્તા તરીકે ગામે-ગામ જશે. જેના અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સ્તરની એક કાર્યશાળા તથા જિલ્લા પંચાયત સીટ તેમજ નગરપાલિકા દીઠ એક એક એમ કુલ ૪૩ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આ અભિયાન અંતર્ગત જનાર પ્રવાસી કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલી કીટ પણ પહોંચાડી દેવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૭૬૮ પ્રવાસી કાર્યકર્તાઓ ગામડામાં તથા ર૩૪ પ્રવાસી કાર્યકર્તા શહેરમાં જશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૯૦૦ સ્થાનિક ગ્રામ સંયોજક તથા ર૧૭ શહેરી સ્થાનિક સંયોજક જહેમત ઉઠાવશે.