ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરેલ છે. ૪ સપ્ટેમ્બરના દિવસે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાને પ્રાથમિક સભ્ય બનાવી આ અભિયાનનો શુભારંભ કરેલ અને જીલ્લાભરમાંથી ૨ દિવસમાં ૫૦ હજાર પ્રાથમિક સદસ્યો બનાવવા માટે જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. આ તકે જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આવેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદેદારો, કાર્યકર્તાઓ, સિનિયર આગેવાનો દ્વારા પણ ૮૮૦૦૦૦૨૦૨૪ નંબર ડાયલ કરી અને પોતાની પ્રાથમિક સદસ્યતા નોધાવીને અનેરો ઉત્સાહ દેખાડ્યો હતો. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા,અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા પંચાયત સભ્યો, મંડલની ટીમ, તાલુકા પંચાયતો/નગરપાલિકાઓના સભ્યો, સિનિયર આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.