મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે નારણગઢ પાસે ઢસા-દામનગર રોડ પર અમરેલી જિલ્લા ભાજપનું સ્નેહમિલન યોજાનાર છે. જેની જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની આગેવાનીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સ્નેહમિલનમાં સંતો-મહંતો, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,
પ્રભારીમંત્રી આર.સી. મકવાણા, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશ ભાજપના આગેવાનો, સાંસદ નારણભાઇ કાછડીયા, જે.વી.કાકડીયા,રેખાબેન મોવલીયા સહિત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સ્નેહમિલન સાથે તળાવિયા પરિવાર દ્વારા ફાળવાયેલ એમ્બ્યુલન્સનું સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે. તેમજ રજતતુલા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા કૌશિક વેકરીયા, મહામંત્રી ભૂપેન્દ્રભાઇ બસીયા, રાજેશભાઇ કાબરીયા, પીઠાભાઇ નકુમ તથા જિલ્લા ટીમ અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.