અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કાંચરડી ગામ, તા.લાઠી ખાતે તા.૧૪ નવેમ્બરને રવિવારના રોજ જનકભાઈ તળાવિયાના મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીઝ, દામનગર- ઢસા રોડ ખાતે યોજાશે. આ સ્નેહમિલનમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગુહમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી મંત્રી આર.સી.મકવાણા ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની યાદીમાં જણાવાયું છે. જેમાં અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેશે. સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલની રજતતુલા કરાશે તેમજ રકતદાન કેમ્પ પણ યોજવામાં આવશે. સ્વ. પુનાભાઈ તળાવીયાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે અને રાત્રીના સમયે માયાભાઈ આહીરનો લોકડાયરો યોજાશે.