ભારતીય જનતા પાર્ટીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષ પૂર્ણ થતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાંકચ ખાતે આજરોજ પ્રદેશ ભાજપના તેમજ અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી. પ્રભારી મંત્રી આર.સી. મકવાણા તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને જાહેરસભાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા સંગઠન પ્રભારી સુરેશભાઇ ગોધાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત સહિતના આગેવાનો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.